बुधवार, 19 फ़रवरी 2014

•~ છેલ્લે તો આપણે બે જ હોઈશું


:•~ છેલ્લે તો આપણે બે જ હોઈશું

:•~ ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
     એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
      એકબીજાનાં ચોકઠાં (ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
     એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે ત્યારે, 
       એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
      ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ ‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
       એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 

:•~ સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
      ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશ...

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें